આ આલીશાન ક્રૂઝમાં એક રાત રોકાવવાનું ભાડું છે 1 લાખ રૂપિયા! બીજી સુવિધાઓ જોઈને ખુશ થઈ જશે મન
નવી દિલ્લીઃ પોર્ટ સિટી વિશાખાપટનમ જૂન મહિનામાં પ્રથમ પૂર્ણ સેવા ક્રૂઝ કૉર્ડિલિયા ક્રૂઝિઝની શરૂઆત કરશે. લાઈનર જહાજ એમ્પ્રેસ ક્રૂઝ 8 જૂનથી વિશાખાપટનમ પોર્ટ પર પહોંચશે અને તે જ રાત્રીએ પુડુચેરી અને પછી ચેન્નઈ માટે રવાના થશે. વિશાખપટનમથી પુડુચેરી તેમજ ચેન્નઈ સુધી ત્રણ રાત ક્રૂઝ અદભૂત અનુભવ આપશે.
કૉર્ડિલિયા ક્રૂઝિઝનું એમ્પ્રેસ ક્રૂઝ આમ તો ખુદમાં જ એક સુંદર અને શાનદાર ડેસ્ટિનેશન છે. જેમાં પાંચ પ્રકારના ડબલ બેડ છે. આ ક્રૂઝમાં ટૂરિસ્ટને આલીશાન સુવિધાઓ મળે છે. અહીં ટૂરિસ્ટ ઈન્ટિરિયર, ઓશન વ્યૂ, બાલકની, સુઈટ અને ચેરમેન સુઈટ રૂમ બૂક કરાવી શકે છે. ટૂરિસ્ટને આ ક્રૂઝમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના ફૂડનો લાભ મળશે. લક્ઝરી ક્રૂઝમાં સ્વિમિંગ પૂલ, ફિટનેસ સેન્ટર, રેસ્તરાં, લાઉંજ, કૈસીનો, લાઈવ શો, કૉર્ડિલિયા એકડમી ફૉર કિડ્સ, ડીજે તેમજ રૉક ક્લાઈમ્બિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. જો આપ પણ આપના મિત્રો તેમજ પરિવાર સાથે પૂર્ણ આનંદ લેવા ઈચ્છો છો ક્રૂઝ ટ્રિપ જરૂરથી કરો.
આ ક્રૂઝ 8 જુન, 15 જુન અને 22 જુનએ ઉપ્લબ્ધ રહેશે. આ શાનદાર એમ્પ્રેસ ક્રૂઝમાં 1500થી 1800 યાત્રિકોનો કેપેસિટી છે. શરૂઆતી ક્રૂઝ પછી બીજા અનેક ક્રૂઝ વિશાખાપટનમ પોર્ટમાં આવી તેવી શક્યતા છે. જોકે એમ્પ્રેસ ક્રૂઝ વિશાખાપટનમ આવનારુ પ્રથમ ક્રૂઝ નથી. જોકે આ બંદરગાહ શહેર માટે નિયમિત ક્રૂઝ સેવા ચલાવવાનો પ્રથમ ચાન્સ છે. આ ક્રૂઝમાં રૂમના ભાડાની વાત કરીએ તો તે 1 લાખ રૂપિયાથી પણ વધારે છે. ક્રૂઝમાં ઈન્ડિયન સ્ટાન્ડર્ડ રૂમ માટે ટૂરિસ્ટ્સને 48,582 રૂપિયા, ઓશન વ્યૂ રૂમ માટે 60,383 રૂપિયા અને મિની સુઈટ માટે 1,06,024 રૂપિયા અને સુઈટ માટે 1,89,772 રૂપિયા ભાડુ છે.